હાર્દિકને તાત્કાલીક મુક્ત કરો-સિધ્ધાર્થ પટેલ : 18-06-2016
- બસ હવે હેરાનગતી બહુ કરી… હાર્દિકને તાત્કાલીક મુક્ત કરો. – સિધ્ધાર્થ પટેલ
પાટીદાર સમાજના યુવાન હાર્દિક પટેલ છેલ્લા આઠ માસથી જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના અનેક સાથીઓ પણ હજી જેલમાં છે. સામાજીક ન્યાય માટે લોકશાહી ઢબે માગણી કરતાં હાર્દિક પટેલ અને અન્ય યુવાનો ઉપર ગુજરાત સરકાર દ્રારા રાજ્યદ્રોહનો ગુનો લગાડી તથા અન્ય કલમોનો ઉપયોગ કરી સતત અત્યાચાર કરાઈ રહ્યો છે. હવે જાણે હદ આવી ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ શ્રી સિધ્ધાર્થ પટેલે માંગ કરતાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને તેમના સાથીદારોને તાત્કાલીક મુક્ત કરવા ગુજરાત સરકારને તાકીદ કરીએ છીએ. ગુજરાતના લોકશાહી પ્રકિયાનું સતત હનન થઈ રહ્યું છે. માત્ર હીટલરશાહી તેમજ ભય અને સત્તાના દુરઉપયોગ દ્રારા રાજકીય દબાણનું વાતાવરણ સમ્રગ ગુજરાતમાં ઉભુ કરાયું છે. કોગ્રેસપક્ષ સરકારની આ નીતી અને પ્રધ્ધતિનો સખત વિરોધ કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો