હારના ડરે સરકારે બંધારણની જોગવાઇ વિરુદ્ધમાં કાયદો બદલ્યો: શકિતસિંહ

રાજય સરકાર દ્વારા 31 જિલ્લા પંચાયતો અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણી ઓકટોબર મહિનાના અંતમાં અથવા નવેમ્બર મહિનાની શરૂઆતમાં યોજવી પડે તેમ હતી, છતાં આ ચૂંટણીમાં હાર મળશે તેવો ભય ભાજપ સરકારને લાગતા તેણે બંધારણની વિરુદ્ધ જઇને વટહુકમો બહાર પાડીને કાયદાના ઓઠા હેઠળ ચૂંટણી મોડી કરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે તેવી તીખી આલોચના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે રાજય સરકારને અનુકૂળ આવે તેવા સમયગાળામાં ચૂંટણી યોજાય તેટલા માટે કાયદાને મરોડવાના પ્રયાસ કર્યા છે. આવા પ્રયાસ માટે ગુજરાત સરકાર વટહુકમ બહાર પાડીને ચૂંટણી મુલતવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ આજે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને રાજય સરકારને એક લપડાક મારી છે તેમ રાષ્ટ્રીય પ્રવક્તા ગોહિલે જણાવ્યું હતું.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-congress-leader-and-mla-shaktisih-gohil-statement-on-ruler-election-5147899-NOR.html