હરિયાણામાં દલિત પરિવારને જીવતા સળગાવનાર વિરૃધ્ધ પગલા ભરો
પ્રદેશ કોંગ્રેસ અનુ.જાતિ વિભાગની માગણી
વિદેશ રાજ્યમંત્રી વી. કે. સિંહ અને હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને પદપરથી દૂર કરવા
હરિયાણા રાજ્યમાં દલિત પરિવારને જીવાત સળગાવવાના બનાવને પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગે વખોડી કાઢી ગુનેગારો સામે સખત પગલા ભરવા માગ કરી છે.
હરિયાણાના ફરિયાદાબદના સુનપેડ ગામમા ંગત મંગળવારે કેટલાક લોકોએ દલિત પરિવારના ચાર લોકોને જીવતા સળગાવી દેવાની અમાનવીય અને નીંદનીય ઘટના બનવા પામી છે. આ ઘટનામાં બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જેના સંદર્ભમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના શહેર તથા જિલ્લા શાખાના ઉપક્રમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુ.જાતિ વિભાગના વાઈસ ચેરમેન બી. જે. સોસાના આગેવાની નીચે ભાવનગર શહેર અને જિલ્લાના વિશાળ સંખ્યામાં દલિત આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને તા. ૨૩-૧૦ને શુક્રવારના રોજ એક આવેદન પત્ર પાઠવીને બનાવને વખોડી કાઢી ગુન્હેગારો સામે સખ્ત હાથે કાર્યવાહી કરવા માંગણી કરેલ ચે તેમજ બનાવની નિષ્પક્ષ તપાસ થાય તે માટે સી.બી.આઈ.ને તપાસ સોંપવા, કેન્દ્રની મોદી સરકારના વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી વિ. કે. સિંહ દ્વારા સમગ્ર દલીત અને ગરીબ સમાજની ગરીમાને નુકસાન કરતા અને શરમજનક ભાષામાં જાહેર નિવેદન આપીને ભારતીય જનતા પાર્ટીની દલિત અને ગરીબ વિરોધી માનસીકતાને ઉજાગર કરેલ છે તેથી તેમની સામે તાત્કાલીક પગલા લેવા અને મંત્રી મંડળમાંથી બરતરફ કરવા તથા હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર દ્વારા બનાવના અનુસંધાને પીડીત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવાના બદલે બનાવને સામાન્ય ગુન્હાની કક્ષામાં મુકીને દલિત સમાજ પ્રત્યેની તેમનો કોમવાદી ચહેરો ઉજાગર થયેલ છે. જેથી ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી દુર કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આપવામાં આવેલ છે. તેમ જિલ્લા સમિતિના ચેરમેન બાબુલાલ બારોટ અને શહેરના પ્રમુખ વિજય મારૃએ યાદીમાં જણાવેલ છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar-district-congress-sc