હચમચાવી નાંખનાર નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓને સમય નથી : 10-02-2017
સુરક્ષિત મહિલા- સુરક્ષિત ગુજરાત’ ‘બેટી બચાવો-બેટી બચાવો’ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર ભાજપના જ પદાધિકારી – નેતાઓ નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવણી પછી ભાજપના ચાલ-ચલન-ચરિત્ર ખુલ્લા પડી ગયા છે. ત્યારે ભાજપની ભગીની સંસ્થાઓ ક્યાં ગઈ ? મહિલા ભાજપ, દુર્ગાવાહીની ક્યાં છે? ‘એક દિવસ જાગો હું પાંચ વર્ષ જાગીશ’ ‘તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે. એક પોસ્ટકાર્ડ લખજો’ આવી લાગણીશીલ વાતો કરીને મતની ખેતી કરનાર, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે છાશવારે ટ્વીટ કરનાર પ્રધાનમંત્રીશ્રીને નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલા અંગે સહાનુભૂતિ દર્શાવવાનો બે મીનીટ સમય પણ નથી. આ છે ભાજપનો અસલી ચહેરો. નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલાનો ફોટોગ્રાફ્સ જાહેર કરનાર ભાજપના આગેવાનો સામે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો