સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી
૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા, યુવાનોના રાહબર, ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યાબાદ રાજીવજીનું ભારત નિર્માણમાં યોગદાનને અભિનંદન સહ ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિશ્વના ફલક ઉપર ભારતવર્ષનું નામ રોશન કરનાર સ્વ.શ્રી રાજીવ ગાંધી દીર્ઘદ્રષ્ટિ ધરાવતા યુવાન વડાપ્રધાન હતા. જેમણે આધુનિક ભારત માટે ૨૧મી સદીનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે સાયન્સ અને ટેકનોલોજી ઉપર ભાર મુકીને આજના ડિજીટલ ઇન્ડીયાનો પાયો મુકનાર રાજીવ ગાંધીની શહાદતને યાદ કરી તેમના બતાવેલા પથ ઉપર ચાલવા સૌ કાર્યકરો-આગેવાનોને હાકલ કરી હતી અને નવસર્જન ગુજરાત માટે આગામી ૨૦૧૭ની વિધાનસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમા કોંગ્રેસ પક્ષના ભવ્ય વિજયના ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું. ૧૮ વર્ષના મતાધિકાર આપીને દેશના શાસનમાં યુવાનોની ભૂમિકાને જોડીને “યુવા ભારત”ની સંકલ્પના રજુ કરવા માટે સ્વ. રાજીવજીને દેશની શાસન ધુરાના મજબૂત શિલ્પી ગણાવ્યા હતા. દરેક ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર સ્વપ્નદ્રષ્ટા શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતીએ વ્રુક્ષારોપણ થકી પર્યાવરણની સુરક્ષા અને વિધ્યાર્થીઓના સન્માન જેવા રચનાત્મક કાર્યક્રમો દ્વારા નવી પેઢીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાના ઉમદા હેતુને ઉજાગર કરવા પ્રદેશ પ્રમુખશ્રીએ સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજવા બદલ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓને ધન્યવાદ અને અભિવાદન પાઠવ્યા હતા.
- P
- P
- P