સ્વ. અમૃતલાલ વેગડના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 06-07-2018

જાણીતા સાહિત્યકાર ખાસ કરીને નર્મદા અંગે ઐતિહાસિક તથ્ય સાથેના લેખક સ્વ. અમૃતલાલ વેગડના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, મૂળ કચ્છના અને વર્ષોથી મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા સ્વ. અમૃતલાલ વેગડ મોટા ગજાના સાહિત્યકાર હતા. સાહિત્ય અકાદમી સહિતના અનેક પારિતોષિક સાથે સન્માનિત સ્વ. અમૃતલાલ વેગડે “પરિક્રમા નર્મદા મૈયાકી” ના પુસ્તક લેખક હતા. અમરકંટકથી ભરૂચ સુધી અનેકવાર પરિક્રમા કરીને જાત અનુભવથી નર્મદા મૈયા પરનું પુસ્તકનું લેખન કર્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note