સ્વાવલંબન યોજના : 08-02-2016
- મુખ્યમંત્રી સ્વાલંબન યોજના એ હકીકતમાં ભાજપ શાસનમાં શિક્ષણની અવદશા, બેફામ ભ્રષ્ટાચાર, ડોનેશનપ્રથા, લાગવગશાહીનો દસ્તાવેજ-એકરારનામું છે.
ભાજપ સરકારની નિતી-નિયતને કારણે અતિ મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોકટોક ટ્યુશનપ્રથા, મોંઘુ શિક્ષણ મેળવ્યા પછી પણ રોજગારની તકો નહીં, નોકરીની ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર, લાગવગ અને 5 લાખ કરતા વધુ યુવાન-યુવતીઓનું આર્થિક શોષણ સહિતના મુદ્દે ઉભા થયેલ આક્રોશ – અરાજક્તા પછી ભ્રામકતા માટે બીજા પેકેજોની જેમ જાહેર કરેલ “મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના“ અને તેના લાભાર્થીઓના સરકારી દાવાઓની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોઘું શિક્ષણ, નોકરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આક્રોશ, અંજપા, આંદોલન બાદ ભાજપ સરકારે જાહેર કરેલ રૂ. 1000 કરોડના મુખ્યમંત્રી સ્વાલંબન યોજનામાં રાજ્યના મેડીકલ અને સંલગ્ન અભ્યાસક્રમમાં માત્ર 5 ટકા, ઈજનેરી ડિગ્રી-ડિપ્લોમામાં 3 ટકા અને ઉચ્ચ અભ્યાસક્રમમાં માત્ર 0.7 ટકા એટલે કે, સમગ્ર યોજનામાં 1.4 ટકા વિદ્યાર્થીઓને જ લાભ મળ્યો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો