સ્વાવલંબન યોજના એ ભાજપના ભ્રષ્ટાચારનું એકરારનામું છે

આર્થિક શોષણ સહિતના મુદ્દે ઉભા થયેલા આક્રોશ બાદ ભ્રામક પેકેજોની જેમ આ યોજના જાહેર કરી છે : કોંગ્રેસ

વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા બાદ બિન સરકારી સંકલ્પો રજૂ થયા હતા. જેમાં એક મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજનાનો સંકલ્પ હતો. આ યોજના શું છે અને તેમાં કેટલા વિદ્યાર્થીઓને, કેવા પ્રકારના વિદ્યાર્થીઓને કેટલો લાભ આપવામાં આવે છે તેની વિગતો સરકાર દ્વારા રજૂ કરાઈ હતી. જેની ચર્ચામાં કોંગ્રેસનાં સભ્ય તેજશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે સ્વાવલંબન યોજના એ ભાજપના શાસનમાં શિક્ષણની અવદશા, બેફામ ભ્રષ્ટાચાર, ડોનેશન પ્રથા અને ખાનગીકરણનું એકરારનામું છે.
બપોરે રીસેશ પછી મળેલી બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારની નીતિ અને નિયમને કારણે શિક્ષણ અતિ મોંઘુ બન્યું છે. બેફામ ડોનેશન, ટયુશન પ્રથા અને શિક્ષણનું ખાનગીકરણ થયું છે. રોજગારીની તક જરાય નથી. ભણવા માટે લોકોને જમીનો-મકાનો વેચવા પડે છે. સરકારી નોકરીઓમાં, તલાટી ભરતીમાં ચંપાવતનો ભોગ નિર્દોષ યુવાનોને બનવું પડે છે. આવી સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક શોષણ સહિતનાં મુદ્દે ઊભા થયેલા આક્રોશ-અરાજકતા પછી જન આક્રોશ જે રીતે બહાર આવ્યો ત્યારે ભ્રામક પેકેજોની જેમ સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના જાહેર કરી દીધી હતી.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-cm-yojna