સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષર પરુષોત્તમ મહારાજ બ્રહ્માલીન થયા : 13-08-2016
અક્ષર પુરષોત્તમ સ્વામિનારયણ સંસ્થા BAPS ના પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થવાના સમાચારથી શોકાંજલી-પુષ્પાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ લાખો ભક્તોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બન્યા હતા. હંમેશા જનકલ્યાણ વિવિધ પ્રવૃત્તિઓને અક્ષર પુરષોત્તમ સ્વામિનારયણ સંસ્થા BAPS ના માધ્યમથી સતત માર્ગદર્શન આપતાં રહ્યાં. સમગ્ર જીવન દરમ્યાન પૂ. સ્વામી મહરાજે લાખો યુવાનોને વ્યસન મુક્તી માટે પ્રેરણાં આપી. સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થવાના સમાચારથી કરોડો ભક્તોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. આપણે સૌ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કંડારાયેલા માર્ગ પર પ્રજાકીય કામો કરીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો