સ્વ,શાંતાબેન ચાવડા શોકાંજલિ સંદેશ : 02-08-2017
મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સૌરાષ્ટ્રના આગેવાનશ્રી શાંતાબેન ચાવડાના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં પ્રવેશ કરીને સ્વ.શાંતાબેન ચાવડાએ મહિલા નેતૃત્વમાં અલગ ઓળખ ઉભી કરી હતી. ધારાસભ્ય તરીકે અભ્યાસુ પ્રતિભા સ્વ.શાંતાબેન ચાવડા હંમેશા નાના માણસોના પ્રશ્નો માટે ચિંતિત રહેતા હતા. મિલનસાર સ્વભાવ અને આક્રમકતાથી અસરકારકતાથી વાત રજુ કરવાની તેમની રીતભાતે અલગ છાપ છોડી છે. કોંગ્રેસ પક્ષે અને ગુજરાતે એક મહિલા નેતા ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો