સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું. : 24-07-2017
- સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું.
- ગુજરાતના શહેરોને સિંગાપુર, શાંઘાઈ કે બેઇજીંગ બનાવવા દિવાસ્વપ્નો બતાવતા સત્તાધીશો જાણી લે કે શાંધાઈ, સિંગાપુર કે બેઈજીંગમાં વરસાદ બંધ થતા પાંચજ મિનીટમાં રોડ પર થી પાણી ગાયબ થઇ જાય છે જયારે અમદાવાદ અને સુરત માં વરસાદ પડતા પાંચ જ મિનીટમાં રોડ ગાયબ થઇ જાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી શ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે ગુજરાતમાં ઘણા વખતથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ રહ્યાં છે તેની સામે સરકારે લેવા જોઈતા પગલાં લેવાતા નથી તે ખૂબ દુખની વાત છે. સૌ પ્રથમ સરકારે ગુજરાતના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી અને તાત્કાલિકપણે રાહતના પગલાં લેવા જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો