સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો પર તરાપ મારનાર ભાજપની સત્તાઓ ચૂંટણી ટાણે સન્માનના નાટકો કરે છે. – રાઘવજી પટેલ : 21-07-2015

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં જ છે. તેવા સંજોગોમાં ગુજરાતના ભાજપની સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ સભાસદો તથા હોદ્દેદારોને સન્માનવાના કાર્યક્રમો કરી ચૂંટણીમાં તેમની સહાનુભૂતિ જીતવાના નાટકો કરી રહેલ છે પણ પ્રજા આ ભાજપની સરકારના આવા તમાશાઓને સારી રીતે ઓળખી ગઈ છે. જેથી આ ચૂંટણીઓમાં ભાજપના સરકારના આવા તમાશાઓ નિષ્ફળ જવાના છે. તેવો વિશ્વાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી રાઘવજી પટેલે વ્યક્ત કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note