સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજય : 02-12-2015
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજય બદલ ગુજરાતના નાગરિકોનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પરિણામો દર્શાવે છે કે ભાજપ કઈ રીતે કામગીરી કરી રહ્યું છે. આ પરિણામો દર્શાવે છે કે, ગુજરાતમાં ભાજપ સરકારના વળતા પાણી છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોએ ટીમ કોંગ્રેસ તરીકે અવિરત કામગીરી-પરિશ્રમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. હક્ક અને અધિકાર માટે લડતા આંદોલનકારીઓ સાથેની ભાજપ સરકારની દ્વેષપૂર્ણ-કિન્નાખોરી અભિગમની ભાજપે ભારે કિંમત ચૂકવવી પડી છે. ભાજપની ગરીબ-મધ્યમવર્ગ વિરોધી નીતિઓની પ્રજા ભોગ બની રહી છે. સ્થાનિક સ્વરાજના ચુંટણી પરિણામો આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસ પક્ષ માટે પ્રથમ સોપાન છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો