સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલ પરિવારોની રૂબરૂ મુલાકાત. : 19-07-2018

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મારૂ, ભાવનગર જિલ્લા પ્રમુખશ્રી પ્રવિણ રાઠોડ, રાજ મહેતા, વિજયભાઈ બારૈયા, લાલભા ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની હાલાકી-પરેશાની અંગે ચિતાર મેળવ્યો હતો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું આયોજન કર્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note