સોશીયલ મીડીયામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશને સંડોવતી ખોટી ખોટી માહિતી : 11-08-2016
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે દલિત સમાજના ચાર યુવાનો પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો જે અનુસંધાને સોશીયલ મીડીયામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશને સંડોવતી ખોટી ખોટી માહિતી છેલ્લા ત્રણેક દિવસથી ચલાવવામાં આવી રહી છે. આ ખોટી અને બેબુનિયાદ માહિતી અંગે ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશે આજ રોજ જિલ્લા પોલીસ વડાને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-૨૦૦૦ હેઠળ અને ઈન્ડીયન પીનલ કોડ ૧૮૬૦ અન્વયે ફરિયાદ નોંધવા લેખિતમાં આપેલ છે. જેમાં મોટા સમઢીયાળાની ઘટનાની વિગતો પણ રજૂ કરવામાં આવી છે. સોશીયલ મીડીયામાં ફરી રહેલ ખોટી માહિતીવાળી પોસ્ટ અને વેબસાઈટ “જાગૃત ભારત.કોમ” પર ખોટી માહીતી રજૂ કરવામાં આવી છે. જે માત્રને માત્ર કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને બદનામ કરવાનું કાવત્રુ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Attachment Press Note on 11.8.2016 Application of Punjabhai Bhimabhai Vansh