સોશિયલ મીડિયામાં કોંગ્રેસ આઈ. ટી. સેલના ‘વિકાસ ગાંડો’નો ટ્રેન્ડ રહ્યો નંબર વન

ગુજરાત કોંગ્રેસ આઈ. ટી. સેલ દ્વારા આજે સોશિયલ મીડિયા ઉપર ભાજપ સરકારની વિરુદ્ધમાં ‘વિકાસ ગાંડો થયો છે’નો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ આઈ. ટી. સેલનો આ ટ્રેન્ડ ખૂબ સફળ નીવડ્યો હતો અને નંબર વન બની રહ્યો હતો.

ગુજરાત Congress IT સેલ દ્વારા આજે સોશિયલ મીડિયા ઉપર ભાજપ સરકારની વિરુદ્ધમાં ‘વિકાસ ગાંડો થયો છે’નો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો. Congress IT સેલનો આ ટ્રેન્ડ ખૂબ સફળ નીવડ્યો હતો અને નંબર વન બની રહ્યો છે.

ગુજરાતની ભાજપ સરકારના કહેવાતા વિકાસના પોકળ દાવાઓને લઈને ભાજપ સરકારની સામે Congress IT દ્વારા આજે સોશિયલ મીડિયા ઉપર ‘વિકાસ ગાંડો થયો છે’ના નામે ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો. ગુજરાત Congress IT સેલના ‘વિકાસ ગાંડો થયો છે’ના આ ટ્રેન્ડમાં ભાજપ સરકારના પોકળ દાવાઓને સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ ટ્રેન્ડમાં ગુજરાતમાં ભાજપ સરકારના બે દાયકાના શાસનમાં આરોગ્યલક્ષી સેવાઓ કથળી ગઈ છે, શિક્ષણ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો ક્રમ નીચે ઉતર્યો છે. બેરોજગારીમાં વધારો થયો છે, ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોને કપાસ, મગફળી જેવા પાકોના ટેકાના ભાવો મળતા નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે.