સેવાદળ દ્વારા દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરત કામગીરીને બિરદાવતા શ્રી ભરતસિંહ સોલંકી

સેવાદળની રાજ્યકક્ષાની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ મળી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકીએ સેવાદળ દ્વારા આઝાદીની લડતથી લઈને આજદિન સુધી આફતના સમયે આ દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરત કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, બદલાતા સમયની સાથે આપણે સમાજની વચ્ચે જઈ ને સેવાની સુવાસ ફેલાવવાની સાથે સાથે રાષ્ટ્ર ભાવના જન જન રદયમાં જગાવવાની છે. ૧૫ ઓગસ્ટ ના રોજ ગુજરાતના ગામેગામ આપણા રાષ્ટ્રનો ત્રિરંગો લહેરાય તેવી હાકલ કરતાં આજે  સુત્ર આપ્યું કે  “““કોંગ્રેસે તોડાવ્યા ગુલામી કેરા બંધન, ચાલો કરીએ ગામે-ગામ ત્રિરંગા વંદન”””  તે માટે સેવાદળ લોકોની વચ્ચે પહોંચી જાય. “નવસર્જન ગુજરાત” રૂપી યજ્ઞ માટે આપણે કટિબદ્ધ છીએ ત્યારે સેવાદળની ભૂમિકા આ યજ્ઞમાં ઘણી મહત્વની બની જાય છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note