સેમેસ્ટર સિસ્ટમથી ગુજરાતમાં શિક્ષણની અધોગિત, : 07-06-2016
વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળે તે માટે સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરાય છે. સેમેસ્ટર સિસ્ટમથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર આવશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરશે તેવી વાતો કરી હકીકતમાં સેમેસ્ટર સિસ્ટમથી ગુજરાતમાં શિક્ષણની અધોગતિ, વિદ્યાર્થી-વાલીઓની પરેશાની, મોટા પાયે મોંઘી ટ્યુશન પ્રથા, મોંઘુ શિક્ષણ થી પાંચ વર્ષ ભોગ બન્યા તે અંધાધૂધી અરાજકતા માટે મોદી-આનંદીબેન સરકાર જવાબદારી સ્વીકારે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દિલ્હી થી રાજધાની દોલતાબાદ ખસેડાઈ અને પછી ફરીથી દોલતાબાદથી દિલ્હી રાજધાની બની તેમ વર્તમાન શિક્ષણ ભાજપ સરકાર દિશાહિન નિર્ણયો લઈ રહી છે. સરકારના અખતરાઓને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાન સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમત કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો