સેટેલાઈટ પોલીસના પી.એસ.આઈ. દ્વારા જૈન પરિવારના પારિવારિક જન્મદિવસના : 10-05-2016

સેટેલાઈટ પોલીસના પી.એસ.આઈ. દ્વારા જૈન પરિવારના પારિવારિક જન્મદિવસના પ્રસંગમાં પહોંચીને દારૂના ખોટા કેસમાં સંડોવીને રૂા. ૧૧ લાખના તોડ કરવાની ઘટનામાં અમદાવાદ પોલીસના સયુંક્ત કમિશ્નર તથા રાજ્યના ગૃહમંત્રીશ્રીએ ભોગ બનેલા પરિવારને તથા રાજ્યની પ્રાજને “પોલીસ ડાકુ નહીં પરંતુ મિત્રો તરીકે વર્તશે” તેવી ખાત્રી આપવાને બદલે ભોગ બનનાર પરિવાર તથા સાક્ષીઓને ધમકીઓ આપી હોવાનો આક્ષેપકરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, અનાર પટેલના ૪૫૦ એકર જમીનનો ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો એટલે સ્વાભાવિક રીતે મેં નિશાન બનવાની તૈયારી રાખી હતી પરંતુ ભાજપ સરકાર મારા ટીનએજર બાળકોને નિશાન બનવાશે તેવી કલ્પના પણ નહોતી કરી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note