સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબરવન હોવાના આંકડા ખોટા પુરવાર થયા, પાડોશી રાજ્યોએ જ મોદી મોડલને પછાડ્યું છે: કોંગ્રેસ : 01-02-2016

  • સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબરવન હોવાના આંકડા ખોટા પુરવાર થયા, પાડોશી રાજ્યોએ જ મોદી મોડલને પછાડ્યું છે: કોંગ્રેસ
  • સોલારમાં કોંગ્રેસની નિતીઓના કારણે રાજસ્થાન આગળ અને પછી કોંગ્રેસની દૂરંદેશીના કારણે ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ છે

સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબર વન હોવાના અને સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ છે તેવા અગાઉ નરેન્દ્ર મોદીએ અને હવે આનંદીબહેન પટેલની સરકારે દાવા કર્યા હતા તે સદંતર ખોટા સાબિત થયા છે. ત્યારે સોલારમાં કોંગ્રેસની નિતીઓના કારણે રાજસ્થાન આગળ અને પછી કોંગ્રેસની દૂરંદેશીના કારણે ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ છે. ગુજરાતની ખોખલી થઇ ગયેલી સરકાર ઔદ્યોગિક વિકાસને જાળવી શકતી નથી પરિણામે વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ કાગળ પર જોવા મળે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note