સુષમા સ્વરાજ જણાવે ખાતામાં કેટલા કાવડિયા જમા થયા?: રાહુલ ગાંધી

સંસદનું સત્ર પૂર્ણ થવાના આરે છે છતાં પણ સુષમા સ્વરાજ, વસુંધરા, શિવરાજ વિવાદ થોભવાનું નામ લેતો નથી. સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વિદેશમંત્રી સુષમા સ્વરાજને નિશાન બનાવ્યા છે. રાહુલ ગાંધીએ સોમવારે જણાવ્યું હતું કે સુષમાજીએ સંસદમાં સુંદર ભાષણ કર્યું હતું. લલિત મોદી પ્રત્યે કોઈ આટલું ઉદાર કેવી રીતે બની શકેω તમે દયા દેખાડવા માગો જ છો તો છુપાઈને કેમ આખા મંત્રાલયને જાણ કરીને કેમ નહીં તમે જે કંઈ કર્યું તે અંગે આખા દેશને કેમ જાણ ન કરી મહેરબાની કરીને દેશને જણાવો કે લલિત મોદીનાં કેટલાં નાણાં તમારા અને તમારા પરિવારનાં ખાતાંમાં જમા થયાં છે તમે તેની સ્પષ્ટતા કરો અને ગૃહમાં કામ શરૂ થઈ જશે.
લોકસભામાં કોંગ્રેસના બરતરફ 25 સાંસદો પાછા ફરતાં જ કામ અટકી ગયું. રાજ્યસભામાં પણ સોમવારે કોઈ કામ નહોતું થયું. ચોમાસું સત્રના ત્રણ દિવસ બાકી છે. આવામાં આખું સત્ર ધોવાઈ ન જાય તે માટેના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હોબાળા વચ્ચે સંસદમાં સપાના વડા મુલાયમસિંહ યાદવે કોંગ્રેસના હોબાળા સામે વાંધો ઉઠાવ્યો હતો. સુમિત્રા મહાજનને સર્વપક્ષીય બેઠક બોલાવવા વિનંતી કરી હતી.http://www.divyabhaskar.co.in/news/NAT-house-will-function-once-swaraj-answers-questions-rahul-5079922-PHO.html