સુરેન્દ્રનગરના ટેક્ષ ચૂકવતા નાગરિકો દ્વારા પાયાની સુવિધા માટે વારંવારની રજૂઆત છતાં ભ્રષ્ટ સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં : 05-01-2018
- સુરેન્દ્રનગરના ટેક્ષ ચૂકવતા નાગરિકો દ્વારા પાયાની સુવિધા માટે વારંવારની રજૂઆત છતાં ભ્રષ્ટ સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં.
- શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ અંગે પગલાં ભરવા માંગ.
સુરેન્દ્રનગર-દુધરેજના નાગરિકોને પાયાની સુવિધા જેવી કે, શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ અંગે પગલાં ભરવા માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી નાગરિકોની વારંવારની રજૂઆતો છતાં પાયાની કામગીરી પ્રત્યે શાસકો સંપૂર્ણ ઉદાસીન છે. શહેરના નાગરિકો મોટા પાયે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર-દુધરેજ વિસ્તારમાં ઠેર-ઠેર ખાડાના લીધે અનેક અકસ્માતોના બનાવ બન્યા છે. રસ્તાની કામગીરી કરવાને બદલે નગરપાલિકાના શાસકો જુદી જુદી જગ્યાએ નવા કામોના નામે ખોદાણ કરીને છોડી દીધું છે. સુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકાના શાસકો દ્વારા તમામ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરીયાદો મળી રહી છે. બીજી બાજુ શહેરના નાગરિકો માટે અતિ આવશ્યક પીવાનું પાણી, બગીચા અને આરોગ્ય સેવા પાછળ શૂન્ય ખર્ચ કરીને નગરપાલિકાના શાસકોએ તેમની નીતિ અને નિયત જાહેર કરી દીધી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો