સુરત ખાતે કડોદરાના વલેરી ગામે ઝેરી દારૂ-લઠ્ઠા ને કારણે ૧૮ થી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા : 10-09-2016

૨૦ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે. સુરત ખાતે કડોદરાના વલેરી ગામે ઝેરી દારૂ-લઠ્ઠા ને કારણે ૧૮ થી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરવાની કડક કાર્યવાહી માટે ગંભીર પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો લાજવાને બદલે ગાજી રહ્યાં છે, તેવો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note