સુરતઃ યુનિવર્સિટી સિન્ડિકેટ ચૂંટણીમાં ભાવેશ રબારી વિજેતા
– યુનિવર્સિટી સિન્ડિકેટ ચૂંટણીમાં ભાજપની પેનલ તૂટતાં અપસેટ
– જનરલ બેઠક પર એનએસયુઆઈના ઉમેદવાહ ભાવેશ રબારીનો વિજય
– જુના ખેલાડીની ટીમે છેલ્લી ઘડીએ સંપર્કોનો ઉપયોગ કરી નાટ્યાત્મક ઢબે વિજય અપાવ્યો
– એચઓડી વિભાગમાં કિરણ પંડ્યાની કારમી હાર થઈ
સુરત: યુનિવર્સિટી સિન્ડિકેટની બુધવારે યોજાયેલી જનરલ બેઠકની ચૂંટણીમાં રસાકસી બાદ ભાજપની પેનલના શ્રીધર નિમાવતે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી ઘડીએ ફોર્મ ભરનાર ભાવેશ રબારીની જીત થઈ હતી. એચઓડીની(હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ)) એક બેઠકમાં કિરણ પંડ્યાની સામે ઉભા રહેલા રાકેશ દેસાઇ વિજેતા બન્યા હતા. એક અને બે ક્રમાંકની ટેકનિકલ રમતમાં માહિર એવા જુના ખેલાડી હોશંગ મિરઝાની ટીમે છેલ્લી ઘડીએ સંપર્કોનો ઉપયોગ કરી એનએસયુઆઈને નાટ્યાત્મક ઢબે એક બેઠક અપાવતાં ભાજપ સમર્થિત સિન્ડિકેટની ગણતરી ઊંધી પાડી હતી.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-717498-NOR.html