સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” : 15-04-2022
સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” ગુજરાતના પાંચ જીલ્લાઓમાં 10 દિવસ પ્રવાસ કરીને શામળાજી રતનપુર સીમા પાસે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને લોકનાયક શ્રી અશોક ગેહલોતજીએ વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આઝાદી ગૌરવ યાત્રાને રાજસ્થાનમાં સ્વાગત કરતા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં દેશના કેટલાય મહાનુભાવો, આગેવાનો, યુવાનો, મહિલાઓએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશને આઝાદી અપાવવા માટે ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા યુવાનોએ હસતા હસતા ફાંસીના માચડે ચડ્યા હતા. અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સમગ્ર ભારતે “હિંદ છોડો” અને “પૂર્ણસ્વરાજ” ની ચળવળે ભારત દેશને આઝાદી અપાવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો