સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 18-04-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજ રોજ સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદ યાત્રાનું આયોજન થયું હતું.  કોંગ્રેસ પક્ષની સાબરકાંઠાના હિંમતનગર ખાતે અને અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી તાલુકા કક્ષાએ સંગઠનની રચના થતી હતી આપણે તાલુકા એટલે કે, બૂથ મેનેજમેન્ટથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પછી પ્રદેશ કક્ષાનું સંગઠનની રચના કરીશું. વડીલોનું માન સન્માન જાળવીશું. આપણે જૂથવાદ નહીં પણ બૂથવાદની લડાઈ લડીશું. મતદારને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાની ટીમ બનાવીશું. ચૂંટાયેલી પાંખ અને સંગઠનની વચ્ચે સંકલન કરીશું અને કોંગ્રેસમાં સંગઠનનું જ મહત્વ રહેશે. એવી પધ્ધતિનું અમલી કરવા જઈ રહ્યાં છીએ. બૂથના જનમિત્રનો ટીકીટ માટે ભલામણ ધ્યાનમાં લઈશું. શિસ્તનું પાલન કરવામાં આવશે. પક્ષ વિરોધીઓને ઘરનો રસ્તો બતાવી દઈશું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note