સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને સાતમાં પગાર પંચના અરીયર્સની રકમ મળી નથી : 26-02-2018સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને સાતમાં પગાર પંચના અરીયર્સની રકમ મળી નથી : 26-02-2018
- રાજ્યના સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં સાતમાં પગાર પંચના એરીયર્સની રકમ મળી નથી
- ભાજપ સરકાર નિવૃત કર્મચારીઓની લાગણી અને માંગણી પ્રત્યે અવગણના અને ઉદાસીનતા દાખવી રહી છે
- રાજ્યના સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને મળવાપાત્ર એરીયર્સની રકમ તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર ચૂકવી આપે.
રાજ્યના સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં સાતમાં પગાર પંચના એરીયર્સની રકમ હજુ સુધી મળી નથી. નિવૃત કર્મચારીઓ વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં ભાજપ સરકાર નિવૃત કર્મચારીઓની લાગણીને અવગણી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કર્મચારીઓ માટે સમયાંતરે પગાર ધોરણ માટે પગારપંચની વ્યવસ્થા છે. પગારપંચની ભલામણના આધારે કેન્દ્ર સરકાર તે મુજબ નિર્ણય કરીને કર્મચારીઓને આપવાપાત્ર પગાર ધોરણ અને નિયમ મુજબનો તફાવત એરીયર્સ તરીકે ચૂકવવાનું નક્કી કરતી હોય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનરોને સાતમાં પગાર પંચનું એરીયર્સ નવેમ્બર-૨૦૧૬ના રોજ ચૂકવી દેવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો