‘સહારા-બિરલા પાસેથી PMએ લીધેલી લાંચ, નોટબંધીની તપાસ JPC પાસે કરાવો’

કોંગ્રેસેના પાંચ સવાલ
ત્રણ મહિના પહેલાં 25 લાખ જમા કરાવનારના નામ જાહેર કરો.
બેન્કોમાં કેટલું કાળું ધન જમા થયું/
દેશના અર્થતંત્રને કેટલું નુકસાન થયું/ કેટલી રોજગારી ઘટી/
નોટબંધીને કારણે કેટલા લોકોના મોત નિપજ્યાં, કેટલાને વળતર આપ્યું/
નોટબંધી પહેલાં કેટલા અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી, શું પૂર્વ તૈયારીઓ હતી/
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સહારા-બિરલા પાસેથી લીધેલી કથિત લાંચ અને નોટબંધીના તખલઘી ફરમાનને કૌભાંડ ગણાવી આ પ્રકરણોની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા કરાવવાની માગ કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતે કરી છે.

કોંગ્રેસ પ્રભારીએ તત્કાલિન મુખ્યપ્રધાન મોદીએ સહારા અને બિરલા પાસેથી લીધેલી લાંચના મુદ્દે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, છેલ્લા અઢી વર્ષથી CBI, IT અને ED પાસે દસ્તાવેજો છે પરંતુ આ સ્વતંત્ર એજન્સીઓ કેમ તપાસ કરતી નથી/ ખુદ વડાપ્રધાન કેમ આ મુદ્દે ચૂપ છે/ નોટબંધીના નિર્ણયની ટીકા કરતા તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાને બેન્ક અને ATMની લાઈનોમાં ઊભા રહેલાં કરોડો દેશવાસીઓને ચોર-ભ્રષ્ટાચારી સમજી લીધા છે, જે અપમાનજનક છે. આ નિર્ણય પહેલાં વિવિધ બેન્કોમાં રૂ. 5.80 લાખ કરોડ જમા કરાવનારાઓની તપાસ થવી જોઈએ. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનની નજીકના એક વ્યક્તિ સહિત સમગ્ર દેશમાંથી રોકડ રકમ સાથે પકડાયેલાં લોકો ભાજપ સાથે સંકળાયેલાં છે તેની તપાસ કેમ થતી નથી/ તેવો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચીને વડાપ્રધાન બનેલાં મોદીએ આ નાણાં કાળા હતા કે ધોળા તેનો જવાબ આપવો જોઈએ.

નોટબંધીના નિર્ણયની કોઈને આગોતરી જાણકારી નહોતી તેવા દાવાને પડકારતા કોંગી નેતાએ કહ્યું કે, 8 જૂન પહેલાં બિહાર અને ઓરિસ્સામાં ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામે કરોડો રૂપિયાની જમીન કેમ ખરીદી/ પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ એકમે રૂ. 3.5 કરોડ બેન્કમાં કેમ જમા કરાવ્યા/ તે લોકો સમક્ષ જાહેર કરવું જોઈએ. કેશલેસના નામે દેશના નાગરિકોને સુનિયોજીત રીતે લૂંટવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, જાહેરાતના બીજા જ દિવસે ક્રેડિટ કાર્ડની કંપનીઓની જાહેરખબરો કેવી રીતે છપાઈ/ નોટબંધીને કારણે ટેક્સ્ટાઈલ, સીરામીક, હીરા સહિતના અનેક ઉદ્યોગો ઠપ થઈ ગયા હોવાનો તેમણે દાવો કર્યો છે.

http://epaper.navgujaratsamay.com/details/15144-26604-1.html