સરદાર સાહેબની જન્મરભુમિમાં ભાજપના કુશાસનની ગૌરવ યાત્રામાં જુઠ્ઠાણાનો વરસાદ : 01-10-2017

  • સરદાર સાહેબની જન્‍મભુમિમાં ભાજપના કુશાસનની ગૌરવ યાત્રામાં જુઠ્ઠાણાનો વરસાદ કરતાં ભાજપના અધ્‍યક્ષ
  • ગુજરાતના ખેડૂતની માથાદિઠ આવક માત્ર રૂ.૭૯૨૬ જે હરીયાણા અને પંજાબ કરતાં ઘણી જ ઓછી ખેડૂત વિરોધી ભાજપ સરકાર જવાબ આપે.

સરદાર સાહેબની જન્‍મભુમિમાં ભાજપના કુશાસનની ગૌરવ યાત્રામાં જુઠ્ઠાણાનો વરસાદ કરતાં ભાજપના અધ્‍યક્ષના પ્રવચનમાં હતાશા અને નિરાશા સ્‍પષ્‍ટ જણાતી હતી. ત્‍યારે ગુજરાતમાં શિક્ષણ, આરોગ્‍ય, રોજગાર, કૃષિ અને કાયદો-વ્‍યવસ્‍થા ક્ષેત્રમાં ભાજપના ૨૨ વર્ષના શાસનની નિષ્‍ફળતાનો ગુજરાતની જનતાને હિસાબ આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ૧૩ લાખ હેકટર ખેતિની જમીનમાં ઘટાડો થયો, ૩.૫ લાખ ખેડૂતો ઘટયા અને ૩૮ લાખ ખેત મજદુરોનો વધારો થયો. ગુજરાતમાં છેલ્‍લાં ૧૦ વર્ષમાં ખેડૂતોની આત્‍મહત્‍યામાં વધારો થયો છે. એગ્રીકલ્‍ચર સ્‍ટેસ્‍ટીકસ-૨૦૧૭ મુજબ ગુજરાતના ખેડૂતની માથાદિઠ આવક માત્ર રૂ.૭૯૨૬ જે હરીયાણા અને પંજાબ કરતાં ઘણી જ ઓછી છે. મહેસાણાના “ખેડૂતો ચકલી ખોલશે એટલે ઓઈલ અને ગેસ નીકળશે”, “મારો ખેડૂત મારૂતિમાં ફરે છે” પણ હકીકતમાં ચકલી ખોલતાં પાણી પણ આવતું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note