સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પ્રિયદર્શીની સ્વ.ઈન્દિરાજીની પૂણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમ : 30-10-2018
૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ ને બુધવારના રોજ આપણાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને આપણાં લોકલાડીલા પ્રિયદર્શીની સ્વ.ઈન્દિરાજીની પૂણ્યતિથિ નિમિત્તે બપોરે ૦૧-૦૦ કલાકે ભાઈકાકા ભવન, લો ગાર્ડન, અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી અમીત ચાવડાના અધ્યક્ષસ્થાને તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગર યુનીવર્સીટીના પૂર્વ કુલપતિશ્રી ડૉ.વિદ્યુત જોષી અને પૂર્વ સાંસદશ્રી નવીનચંદ્ર રવાણી ખાસ વક્તા તરીકે ઉપસ્થિત રહી સરદાર સાહેબ અને સ્વ.ઈન્દીરાજીના જીવન પર વ્યાખ્યાન આપશે. આ કાર્યક્રમમાં પ્રદેશ કો-ઓર્ડીનેશન સમિતિના સદસ્યશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ અને અમદાવાદ શહેરના સ્થાનિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો