સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને શ્રીમતી ઈન્દીરાજીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ : 31-10-2015

અખંડ ભારતના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી જન્મજયંતિ અને દેશને અખંડિત રાખીને સમૃધ્ધિના શિખરે લઈ જનાર મહાન નેતા શ્રીમતી ઈન્દીરાજીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોને પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબે વિવિધ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. દેશને મજબૂતી આપી આજે ભારત પ્રગતિશીલ દેશ તરીકે જ્યારે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે તેના પાયામાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોનું આગવું યોગદાન રહ્યું છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે આપણે સૌને ગૌરવ છે કે, કોંગ્રેસ પક્ષમાં ગુજરાત ખાતે 25 વર્ષ સુધી સરદાર સાહેબે નેતૃત્વ અને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Pratigna