સરકાર હક માંગનારને જેલ ભેગા કરે છે : ભરતસિંહ સોલંકી
આણંદ: વર્તમાન ભાજપ સરકારમાં જો કોઇ પોતાનો હક માંગે તો તેઓને જેલ ભેગા કરી દેવામાં આવે છે. હદ તો ત્યાં થઇ ગઇ કે, જે મત માંગવા ઇચ્છતા હતા તેઓને તેમના મતાધિકારથી વંચિત રાખવા માટે ચૂંટણી પંચે સરકારના ઇશારે બે મતદાર યાદીઓ બનાવી જેથી કરીને મતદાર સરકારની વિરૂધ્ધ મત આપી ના શકે. સરકાર આટલી નીચલી પાયેરીઇએ ઉતરી જશે તેની તો કલ્પના પણ ના કરી શકાય. હાલમાં દરેક માણસ મોંઘવારીની મારથી પીસાઇ રહ્યો છે. ત્યારે પ્રજાએ પોતાના હકની લડત માટ વોટ આપીને જવાબ આપવો પડશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પેટલાદ તાલુકાના સિંહોલ અને ખંભાતમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા. તેમજ અચૂક મતદાન કરવા અપિલ પણ કરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બીજા તબકકામાં તા.29મીના રોજ યોજાઇ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂટણી પ્રચાર આખરી તબકકામાં પહોંચી ગયો છે. માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યાં ગુજરાત પ્રદશે કોંગ્રેસ સમિતીના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આણંદ જિલ્લાના પાંચ સ્થળોએ સભાઓ ગજવી હતી અને ભાજપ સરકાર પર આકરા ચાબખાં માર્યા હતા. પેટલાદ તાલુકાના સિંહોલ ગામે પ્રચાર દરમિયાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં કારમી મોઘવારીમાં સામાન્ય માણસ પિસાઇ રહ્યો છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-requesting-the-government-to-jail-to-right-bharat-singh-solanki-5178965-PHO.html