સરકાર કહે છે કે હાર્દિકને જનસમર્થન નથી તો સરકાર અટકાવે છે કેમ???

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, ભગવા અંગ્રેજોને હાર્દીક પટેલનો એવો ભય લાગ્યો છે કે આજે ગુજરાતના ગામે ગામ રજાઓ કેન્સલ કરી હજારો પોલીસનો કાફલો ઉતારી દીધો છે. વારંવાર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખશ્રી વાઘાણી કેમ બેબાકળા થઇ નિવેદન કરી રહ્યા છે ??? હાર્દીક પાસે જનસમર્થન નથી રહ્યું એવી ડંફાસો મારતી રૂપાણી સરકાર ના પગેથી પાણી ઉતરી ગયુ છે.

લોકશાહીમાં તમામ વ્યક્તિને સંવિધાન ની મર્યાદા મા રહી પોતાની વાત કહેવાનો અધિકાર છે. પરંતુ તાનાશાહી ગોત્ર ના આ ભાજપને સંવિધાન કરતા સંઘી વિચાર પર ચાલવાની આદત પડી ગઈ છે કેમકે અંગ્રેજોની સંગતમાં મળેલી જનરલ ડાયર છાપ સંસ્કૃતિ આજે પણ તેમનો પીછો નથી છોડતી.

જો હાર્દીક પટેલની માંગણી ગેરબંધારણીય લાગતી હોય તો સરકારે સ્પષ્ટ જણાવી દેવુ જોઈએ કે તેમની માંગણી ગેરવ્યાજબી છે પરંતુ વોટબેંક ની ભુખી ભાજપ મુળ માંગણી પર ગંભીરતાથી વિચારવાના બદલે આયોગો રૂપી લોલીપોપમાં એનુ સમાધાન શોધે છે. આંદોલન ને સંવાદ થી ઉકેલ લાવવાના બદલે ભય અને લાલચ ના સહારે કેવી રીતે તોડવું એના હથકંડા અપનાવી રહ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note