સરકારે સ્કૂલ ફી ૧૫૦૦૦ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી હોવા છતાં સરકારની મીલીભગતના કારણે છડેચોક શાળા સંચાલકો વાલીઓને લૂંટી રહ્યાં : 04-07-2017
- વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકારે સ્કૂલ ફી ૧૫૦૦૦ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી હોવા છતાં સરકારની મીલીભગતના કારણે છડેચોક શાળા સંચાલકો વાલીઓને લૂંટી રહ્યાં છે.
ભાજપ સરકારની શિક્ષણ નીતિ બજારીકરણના કારણે છેલ્લા બે દાયકામાં રાજ્યના શિક્ષણજગતનું માફિયાકરણ થઈ ગયું છે. સેલ્ફ ફાઈનાન્સ શાળા – કાલેજા મારફતે શિક્ષણની ખૂલ્લેઆમ હાટડીઓ ખોલનાર ભાજપ સરકારે ચૂંટણી આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓના રોષને ડામવા માટે સ્કૂલ ફી ૧૫૦૦૦ નિર્ધારીત કરી વિદ્યાર્થી-વાલીઓને ગુમરાહ કરી રહી છે. પરંતુ કેટલાક શાળા સંચાલકો અને રાજકારણીઓના દબાણના કારણે સ્કૂલ ફી અંગે હજુ પણ કુલડીમાં ગોળ ભાગવામાં આવી રહ્યો છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં છેતરાયા હોવાની લાગણી સાથે અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો