સરકારે કોર્સ માટે 5 કરોડ પ્રવેશ ફી ઉઘરાવી

ગુજરાતમાંએન્જિનિયરિંગ, મેડિકલ- પેરામેડિકલ, ફાર્મસી, સાયન્સ, આર્કિટેક્ચર, કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પાંચ કરોડ જેટલી માતબર ફી ઉઘરાવવામાં આવી છે અને ધો.12ના પરિણામને 80 દિવસ કરતાં વધુ સમય થયો હોવા છતાં હજુ પણ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફંગોળાઇ રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એન્જિનિયરિંગ, મેડિકલ- પેરામેડિકલ, ફાર્મસી, સાયન્સ, આર્કિટેક્ચર, કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે અને પ્રવેશ ફોર્મ ફી પેટે રાજ્ય સરકારની ટેક્નિકલ પ્રવેશ સમિતિએ વિવિધ કોર્સમાં રૂ.3.39 કરોડ વસૂલ્યા છે અને ગુજરાત યુનિવર્સિટીએ માત્ર કોમર્સ અને સાયન્સ સહિતના કોર્સમાં પ્રવેશ માટે ફોર્મ ફી પેટે રૂ75 લાખ વસૂલ કર્યા છે. જ્યારે મેડિકલ કોર્સ માટેની કમિટીએ રૂ.54 લાખ મેળવ્યા છે, આમ મુખ્ય કોર્સ માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ.પાંચ કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. ઉપરાંત ત્રણ એન્જિનિયરિંગ કોલેજો નિરમા, ડીએઆઇઆઇસીટી અને પીડીપીયુ 50 ટકા બેઠકો માટે રૂ.3 કરોડ ફોર્મ ફી પેટે વસૂલે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આમ ગુજરાતમા શિક્ષણ વેપાર બની ગયું છે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-023504-2428774-NOR.html