સરકારી ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભરતી કૌભાંડની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્ય વ્યાપી સૂત્રોચ્ચાર – દેખાવો : 02-07-2016

  • સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી પદ ત્યાગ કરે, તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો.

ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં જુદા જુદા વિભાગમાં કરવામાં આવેલ ૨ લાખ સરકારી ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભરતી કૌભાંડની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં રાજ્ય વ્યાપી સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સરકાર – મંત્રીઓ અને કૌભાંડમાં સાથ સહકાર આપનાર અધિકારીઓ તાકીદે પદ પરથી રાજીનામું આપે. તેવી માંગ સાથે ભાજપ સરકારની યુવા વિરોધી-ભ્રષ્ટાચારી નિતી સામે આક્રોશ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોએ સરકારી નોકરીઓમાં ગેરરીતી-ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાના કૌભાંડ સાથે મળતીયાઓને મજા કરાવી પણ ગુજરાતના લાખો શિક્ષિત નવયુવાનોનો રોજગારનો અધિકાર છીનવી લીધો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note