સરકારી નોકરીમાં ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં કરનાર ભાજપ સરકાર : 12-10-2019

સરકારી નોકરીમાં ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં કરનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ભાજપ સરકારના “વ્યાપમ કૌભાંડ” ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતી માં “વ્યાપક કૌભાંડ” આચરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારના ૨૨ વર્ષના શાસનમાં શિક્ષણનું  વેપારીકરણ-ખાનગીકરણ ને કારણે સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. મોંઘુ શિક્ષણએ ભાજપ સરકારની ગુજરાતને ભેટ છે. ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ ના વિવિધ નામે ભાજપ સરકાર લાખો યુવાનોનું વર્ષોથી આર્થિક શોષણ કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note