સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના માળખાને તોડીને માત્રને માત્ર શિક્ષણનું ખાનગીકરણ-વ્યાપારીકરણ કરવાની ભાજપની નિતી. : 06-04-2018
- વર્ચ્યુલ ક્લાસરૂમની વાતો કરનાર ભાજપ સરકારમાં ૧૪૦૦૦ શાળાઓ એવી છે કે, જેમાં એક જ વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના માળખાને તોડીને માત્રને માત્ર શિક્ષણનું ખાનગીકરણ-વ્યાપારીકરણ કરવાની ભાજપની નિતી.
પ્રજાના પરસેવાના નાણાંથી સરકારી તિજોરીના ખર્ચે ગુજરાતની ભાજપ સરકાર ગુણોત્સવના નામે ફોટો ફંક્શન કરે છે. બીજીબાજુ ગરીબ-સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. ત્યારે શાળામાં પૂરા પગાર સાથે પૂરતા શિક્ષકો, વર્ગ ખંડ અને પાયાની સુવિધા આપવાની સાતો સાથ શિક્ષણના અધિકાર કાયદાનો સંપૂર્ણ અમલની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ચ્યુલ ક્લાસરૂમની વાતો કરનાર ભાજપ સરકારમાં ૧૪૦૦૦ શાળાઓ એવી છે જેમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો