સરકારની શિક્ષણ વિરોધી નીતિથી રાજ્ય દેશમાં 22માં નંબરે ધકેલાયું
રાજ્યમાંબે દાયકાથી ભાજપ સરકારે શિક્ષણની ઘોર ખોદી નાખી છે. સરકારની ગુનાહિત બેદરાકારીથી આજે રાજ્યનો શિક્ષણમાં 4થા નંબરથી 22માં નંબરે ધકેલાઇ ગયું છે. સરકારે વિદ્યાનો વેપલો કરવાનો નીતિનો શ્વેતપત્ર બહાર પાડી લોકોને વાસ્તવિકતા બતાવવા ગુજરાત પ્રદેશ એનએસયુઆઇએ માંગ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યું હતું. શાળા કોલેજો દ્વારા લેવાતી તોતિંગ ફીનો વિરોધ કરી વાલીઓને લૂંટતા બચાવવા પણ કહ્યુ઼ હતુ઼.
ગુજરાત રાજ્યનુ દેશનુ મોડલ બતાવવામા આવી રહ્યું છે. અન્ય રાજ્યોમાં તેના ઉદાહરણ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ દ્વારા મોડલ રાજ્ય શિક્ષણમાં કુટલુ વામણુ પુરવાર થયું છે તેની માહિતી સાથે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપવામાં આવ્યુ઼ હતું.પ્રદેશ મહામંત્રી તથા કોર્પોરેટર અંકિત બારોટે કહ્યું કે રાજ્યમા જ્યારથી ભાજપે સત્તા સંભાળી ત્યારથી શિક્ષણનુ વેપારીકરણ કરી નાખ્યુ઼ છે. સેલ્ફ ફાઇનાન્સ શાળા કોલેજોને ફી વધારો કરી છુટ આપી હોય તેમ વિદ્યાર્થીઓના વાલીઓને લુંટવા માટે છુટ્ટો દોર આપ્યો છે.
એક સમયમા ગુજરાત શિક્ષણમા હરણફાળ ભરી રહ્યુ઼ હતુ઼ અને દેશમા 4થા નંબરે હતું. જ્યારે આજે 22માં નંબરે ધકેલાઇ ગયું છે. ભાજપે તેમના માનીતા અને પોતાના મળતિયાઓને આડેધડ મંજુરી આપી અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ હોવા છતા ભરતી નહીં કરીને શિક્ષિત બેરોજગાર યુવાનોને વધુ બેરોજગાર બનાવામાં આવી રહ્યા છે. વર્ષ દરમિયાન શિક્ષણ આપતા શિક્ષકોને અન્ય કામગીરીમાં જોતરી વિદ્યાર્થીઓની સાથે દગો કરાઇ રહ્યો છે. અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને શાળામા શિક્ષકની રાહ જોવી પડે છે. ત્યારે શાળાના શિક્ષકોને અન્ય કામગીરી નહીં સોપવા પણ આવેદનમા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-MAT-latest-gandhinagar-news-045502-434317-NOR.html