સરકારની વીજ કંપનીઓએ ૫૦૦ જેટલા વિદ્યુત સહાયક ઈજનેર માટે પરીક્ષાનું આયોજન : 12-09-2018
- સરકારી નોકરીઓ-ભરતીઓમાં મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના વ્યાપમ કૌભાંડ કરતાં પણ વધુ મોટું વ્યાપક કૌભાંડ ગુજરાતની ભાજપા સરકાર આચરી રહી છે
- વડોદરામાં યોજાયેલી ઈજનેરની પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ઉમેદવારોનો આક્ષેપ
- તાજેતરમાં ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ૫૦૦ જેટલા વિદ્યુત સહાયક ઈજનેર માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ, વર્ગ-૧/૨, રાજ્ય પરીક્ષા બોર્ડ અને વિવિધ વિભાગોની તલાટી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લોક રક્ષક, ટાટ, ચીટનીસ, ચીફ ઓફિસર સહિતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભ્રષ્ટાચાર-ગેરરીતીઓ મોટા પ્રમાણમાં બહાર આવી છે. તેના લીધે મહેનત કરીને સરકારી નોકરી મેળવવા ગુજરાતના લાખો યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં ભ્રષ્ટાચાર-ગેરરીતિની અનેક ફરિયાદો પરીક્ષા આપનાર યુવાનોએ કરી છે. ત્યારે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો