સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા : 04-04-2022
સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ – કર્મચારીઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના પક્ષીય કાર્યક્રમમાં હાજરીની ટ્વિટને સુરત ગ્રામ્ય પોલીસના વડાના ઓફીસીયલ ટ્વિટર હેન્ડલ ‘એસ.પી. સુરત રૂરલ’ પરથી રીટ્વિટ કરવામાં આવ્યું. રાજકીય પક્ષના આશ્રય અને ખેસવગરના કાર્યકર્તાની જેમ વહિવટી પાંખના અધિકારી અને કર્મચારીઓની વધુ એક ઘટના સામે આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો