સરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવા : 07-06-2021

સરકારની નાકામી, ઈચ્છાશક્તિનો અભાવ અને કથળી ગયેલી આરોગ્ય સેવાને કારણે કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જીવ ગુમાવ્યા છતાં સરકાર જે રીતે મૃત્યુના આંકડા છુપાવે તે શરમજનક છે. લોકશાહીના ચોથા સ્થંભ પત્રકારત્વના ઉચ્ચ સિધ્ધાંતો સાથે દિવ્ય ભાસ્કરે જે રીતે કોરોનાના મૃત્યુ આંકની હકિકતો ખુલ્લી પાડી તે પછી આરોગ્ય વિભાગ અને ભાજપ સરકાર કેમ મૌન છે ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં મૃત્યુના આંકડા એક જ મહિનામાં ૩૪૧૬ માત્ર અમદાવાદ સિવિલની કોવિડ હોસ્પીટલમાં થયાનો પર્દાફાશ થયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note