સરકારની ખુદની જ વેબ સાઈટ પરની હકીકતોનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશી : 05-03-2018
સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નામે ભાજપ સરકાર સુત્રો આપવામાં સુરી છે પણ હકીકતમાં તે દિશામાં કામ કરવામાં અધુરી છે. રાજય સરકાર દ્વારા જે રીતની જાહેરાત કરવામાં આવી કે સ્ટાર્ટ અપ અને ઈનોવેશન માટે કરોડો રૂપિયા બજેટમાં ફાળવણી કરી પણ તપાસ કરતાં રાજયની સૌથી મોટી અને સૌથી જુની ગુજરાત યુનીવર્સીટીને વર્ષ ૨૦૧૫-૨૦૧૬ અને ૨૦૧૬-૨૦૧૭માં એક રૂપિયો પણ ફાળવ્યો નથી. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સંસ્થા તરીકે ઓળખ ઉભી કરીને હજારો મેનેજમેન્ટ સ્નાતકો આપનાર ઈરમા અને કૃષિ યુનીવર્સીટી આણંદને પણ એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. ત્યારે રાજયની આઠથી વધુ સરકારી યુનીવર્સીટીઓને સ્ટાર્ટ અપ, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઈનોવેશન માટે અકે પણ રૂપિયો ન ફાળવીને લાખો વિદ્યાર્થીઓને અન્યાય કર્યાનો સરકારની ખુદની જ વેબ સાઈટ પરની હકીકતોનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો