‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા બે દિવસીય ધરણાંના કાર્યક્રમના સમાપન : 15-11-2016

ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે પરંતુ આ વિધાન ભાજપ શાસનમાં ગુજરાતના યુવાનો માટે માત્ર સ્વપ્ન સમાન જ છે. રાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૪મી, ૧૫મી નવેમ્બર, ૨૦૧૬ ના રોજ બે દિવસીય ધરણાંના કાર્યક્રમના સમાપનમાં સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ વિભાગોમાં સરકાર કરકસરના બહાનાં હેઠળ ફિક્સ પગારના નામે, મોટા ભાગનું આઉટ સોર્સિંગ કરીને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરીને તેમને ઉચ્ચક પગાર આપીને સતત આર્થિક શોષણ કરીને શું સાબિત કરવા માંગે છે? શું ફિક્સ પગાંરદાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગમાં કામ કરતા ૧૫ લાખ કરતાં વધુ કર્મચારીઓ મનુષ્ય નથી? શું ગુજરાતના નાગરિકો નથી? આ અસહ્ય મોંઘવારીમાં નગણ્ય પગાર આપતી ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટે ‘સમાન કામ સામે સમાન વેતન’ આપીને આ ફિક્સ પગારની નિતીને રદ્દ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન ના કરીને પોતાના અહમમાં કેમ પ્રજાનું કલ્યાણ ભૂલી ગઈ છે આ ભાજપ સરકાર ? શું કલ્યાણ રાજ્ય હોવાનો માત્ર દાવો જ કરતાં આવડતું હશે આ ભાજપ સરકારને? ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note