સમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી : 22-07-2017

સમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી છે. રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી  કુદરત દ્વારા ઉપલબ્ધ થયું છે. છેલ્લા ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. છેલ્લા ૪૮ કલાકમાં અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર અને વહીવટી તંત્ર જે કઈ કામ કરે કે ના કરે પણ અતિવૃષ્ટીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને માનવીય અભિગમથી મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને અપીલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કુદરતી આપદામાં નાગરિકોને મદદ કરવી માનવધર્મ છે. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સ્થાનિક કક્ષાએ અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને શક્ય મદદ કરે સાથો સાથ રાજ્ય સરકારને વિનંતી છે કે, મોટી મોટી જાહેરાતો કરવાને બદલે જે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા નાગરિકો-પરિવારને તાત્કાલિક અસરથી યોગ્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવે અને તાકીદે રાહત સામગ્રી પહોંચાડવામાં આવે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note