સત્તા અને પૈસાના મદમાં મહાલતી ભાજપ સરકાર સંઘને ખિસ્સામાં મૂકી ખરીદ-વેચાણ સંઘની બનીઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતમાં તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે પ્રજાના પ્રતિનિધીઓને ખરીદવાનો ખૂલ્લેઆમ વેપલો શરૂ કરી સંઘની વિચારધારાને ખિસ્સામાં મુકી ભાજપ ખરીદ-વેચાણ સંઘ બની ગયો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વિકાસના નામે છેલ્લા બે દસકાથી પ્રજાને ગુમરાહ કરી રહેલા ભાજપનો અસલી ચહેરાનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિથી તારાજી સર્જાયેલી છે ત્યારે પૂરપીડીતોને ભૂલીને માત્ર સત્તાની લાલચમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો ખુલ્લેઆમ વેપલો શરૂ કર્યો છે. અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચારથી ખદબદતા ભાજપ દ્વારા નૈતિક્તા અને નિતીમત્તાની કરવામાં આવતી પોકળ વાતોની પોલ ગોવા અને મણીપુર બાદ ગુજરાત અને બિહારમાં ખુલ્લી પડી ગઈ છે. નરેન્દ્ર મોદી ભારતને ક્યારેય કોંગ્રેસમુક્ત કરી શકે નહીં હોવાથી ભાજપને જ કોંગ્રેસયુક્ત બનાવી રાજકારણમાં છેલ્લા કક્ષાનું અપકૃત્ય કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note