સત્તાની સાઠમારીમાં વ્યસ્ત ભાજપ સરકારમાં ધોળે દિવસે ખૂન, લૂંટ, બળાત્કારના કિસ્સાઓમાં મોટાપાયે વધારો : 12-08-2016
આંતરિક ગોઠવણ, મંત્રી મંડળની ફેરબદલ સહિત સત્તાની સાઠમારીમાં વ્યસ્ત ભાજપ સરકારમાં ધોળે દિવસે ખૂન, લૂંટ, બળાત્કારના કિસ્સાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. ત્યારે ૬ કરોડ નાગરિકોની સુરક્ષા માટે ભાજપ સરકાર જાગે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસમાં ત્રણ મોટી લૂંટની ઘટના બની છે, લાખો રૂપિયાની લૂંટ થાય છતાં પોલીસ તંત્ર આરામ ફરમાવતું હોય તેમ લાગે છે. રાજ્યમાં પોલીસ સ્ટેશનમાં જ કોન્સટેબલની હત્યા થાય, સાબરમતી જેલમાંથી કેદી ફરાર થાય, ૨૦૦ ફુટ સુરંગ ખોદાઈ જવાની ઘટના સહિત અનેક ઘટનાઓથી સુરક્ષાના ચીથરે ચીથરા ઉડી ગયા છે. લૂંટ, ધાડ, અપહરણના ગંભીર ગુનાઓમાં બાવીસ ટકાનો વધારો થયો છે. મહિલાઓના અત્યાચાર ગંભીર ગુન્હામાં ૪૪ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં આર્થિક ગુન્હા, ચીટ ફંડમાં ૧લાખ કરોડ કરતાં વધુની રકમ ગાંધીનગરના આશીર્વાદથી ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગે ગુમાવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો