સત્તાના જોરે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો જનાદેશ ફેરવવા ભાજપ પ્રયત્નો બંધ કરે. – શ્રી રાઘવજી પટેલ : 08-12-2015
સત્તાના જોરે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો જનાદેશ ફેરવવા ભાજપ પ્રયત્નો બંધ કરે. કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “ભાજપ સરકારને જાણે પહેલેથી અંદાજ આવી ગયેલ હોય તેમ પહેલા વટહુકમથી વહીવટની મુદત લંબાવી ચૂંટણી મોડી કરવાની કોશિષો કરી નામદાર હાઈકોર્ટનો આદેશના કારણે ચૂંટણીઓ કરવી પડી. તો પહેલા મ્યુ. કોર્પો. તથા મ્યુનિસિપાલિટીઓની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડી તેની ચૂંટણી કરાવી તેના પરિણામોને પંચાયતોની ચૂંટણીઓમાં પ્રભાવિત કરવા પરિણામો જાહેર કર્યા પછી પંચાયતોની ચૂંટણી કરાવવી તેવો નિર્ણય ભાજપ સરકારે કર્યો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો