સત્તાધારી પક્ષના સભ્ય જ્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારે છે ત્યારે હંમેશા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને કામ કરશે તેવો નિર્ધાર જાહેર : 02-08-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ લોકતંત્રમાં સન્માનીય અને આગવું માન ધરાવતા હોય છે. સત્તાધારી પક્ષના સભ્ય જ્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારે છે ત્યારે હંમેશા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને કામ કરશે તેવો નિર્ધાર જાહેર કરતાં હોય છે. પણ જે રીતે છેલ્લા ઘણાં દિવસોથી રાજ્ય સભાની ચૂંટણીને લઈને જે પ્રકારનું વાતાવરણ ઉભું થયું છે. તેમાં સત્તાધારી પક્ષના ચોક્કસ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવતા નથી તેવી જ રીતે કોંગ્રેસ પક્ષના અમુક ધારાસભ્ય રાજીનામું આપવા ગયા ત્યારે તેમના પણ રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી. અગાઉ કોંગ્રેસ પક્ષના ૬ ધારાસભ્યોના રાજીનામા મીનીટોમાં સ્વીકારી લેવામાં આવ્યા આ બાબત ઘણી જ ગંભીર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note