સંસદીય પ્રણાલીકાને કલંકિત કરતી ઘટના : શક્તિસિંહ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરવાના પગલાંને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે આપણા દેશના ઈતિહાસમાં ક્યારે પણ ન બની હોય તેવી સંસદીય પ્રણાલિકાઓને કલંક્તિ કરતી ઘટના ગઈકાલે લોકસભામાં બની છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદની કાર્યવાહી ખોરવી નાખવામાં આવતી હતી પરંતુ કોઈ પણ સાંસદને સ્પીકર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે આવી જ અસંસદીય પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી હતી.

તેમણે જણાવ્યું છે કે ૨૦૦૨થી ૨૦૧૩ સુધીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો મોદીનો કાર્યકાળ જોઈએ તો એક પણ બજેટ સત્ર ગુજરાતમાં એવું ન હતું કે જેમાં વિરોધ પક્ષને સસ્પેન્ડ કર્યા ન હોય. તા. ૨ માર્ચ ૨૦૧૨ના રોજ વિરોધ પક્ષના નેતા તરીકે મેં આર.ટી.આઈ. દ્વારા પ્રાપ્ત પુરાવાઓના આધારે ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર અને ઉદ્યોગપતિઓને આપેલા લાભ અંગે વિગતો રજૂ કરતાં જ સત્તાધારી પક્ષ દ્વારા હોબાળો શરૂ કરી અને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. મુખ્યમંત્રીએ એેક મંત્રી દ્વારા દરખાસ્ત મુકાવી મને સસ્પેન્ડ કર્યો હતો.

http://www.sandesh.com/article.aspx?newsid=3107691